આપ સૌના સાથ સહકારથી આપની સમક્ષ “ગુર્જર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટની” પ્રથમ વેબસાઈટ આપના ચરણોમાં ધરતા અમે અતિશય આનંદ
અને હર્ષ અનુભવીએ છીએ.
આજના ઝડપી યુગમાં સમયની ખેંચ હોય છે. જે વ્યક્તિ સમય ની કિંમત સમજે છે તે મહા મૂલ્યને અવશ્ય પામે છે. સૌએ પોતાના
સમય નું આયોજન કરવું જરૂરી છે. આ આયોજનમાં થોડો સમય આપણા સમાજ માટે ફાળવો એ દરેક સમાજની ઉન્નતી માટે જરૂરી છે. સૌને
સમાજના કાર્યમાં આગળ આવવા હું નમ્ર વિનંતી કરું છું.
દિપથી દિપ, જ્યોતથી જ્યોત પ્રગટાવીએ અને સમાજ ને પ્રકાશના પંથે દોરી આપણે સૌ સફળતા ના શિખરો સર કરીએ એવી અદમ્ય આશા.
તમે સમાજ પાસે થી શું મેળવ્યું એ ભૂલી જાવ, તમે સમાજને શું આપ્યું એ જ મહત્વ નું છે. લેનારા કરતા દેનાર મોટો હોય
છે. લેનારનો હાથ નીચો હોય છે અને આપનારનો હાથ ઉપર એ નિર્ભય સત્ય છે. નાત વિના ગત નથી. જ્ઞાતિ ગંગા એ પવિત્ર પર્વ છે.
તેમાં ડૂબકી લગાવી શીતળતા અનુભવો એવી અભ્યાર્થના